Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામેથી SOG ની ટીમે ગૌવંશ તસ્કરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી SOG ની ટીમે એક વર્ષથી ગૌવંશ તસ્કરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો
એસ ઓ જી શાખાના હેડ કો. શૈલેષભાઈ ચંદુભાઈ અને પો.કો. અમૃતભાઈ ધનજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે વલસાડના ડુંગળી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 માં ગોવંશની તસ્કરીના નોંધાયેલ ગુનાનો આરોપી યાકુબ મોહમ્મદ મુલતાની ઝંખવાવ ગામે આવેલ વૈદેહી પેટ્રોલ પંપ પાસે ઉભો છે આ બાતમી મળતા જ એસ ઓ જી શાખાના પી.આઈ બી જી ઈસરાણી, જગદીશભાઈ કામરાજભાઈ, સહિતની ટીમે તપાસ કરાતા આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપીનું નામ પૂછતા યાકુબ મહોમદ મુલતાની હાલ રહે ઝંખવાવ મુલતાની ફળિયું ગફુરભાઈ મુલતાનીના રૂમમાં રહેતો હોવાનું જણાવ્યું હતું આરોપી વિરુદ્ધ વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં ગૌવંશ તસ્કરીનો ગુનો નોંધાયો હતો.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડાપ્રધાનને પત્ર લખી ઐતિહાસીક વિરમગામ શહેરનો સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવા રજુઆત કરાઇ

ProudOfGujarat

ખેડા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલકુદ સ્પર્ધા-22 યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!