Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા મથકે માંગરોળ બાર એસોસિએશન (વકીલ મંડળ) ની ચૂંટણી યોજાઇ.

Share

માંગરોળ બારના ચૂંટણી કમિશનર તરીકે બી.બી.ઘડિયાના અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખપદ માટે હરેન્દ્રસિંહ પરમાર અને અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. કુલ મતદાન 48 હતા તેમાંથી બે મત કેન્સલ થયા હતાં. એડવોકેટ અમિત શાહને 24 મત મળ્યા હતા. જ્યારે હરેન્દ્રસિંહ પરમારને 23 મત મળ્યા હતા. અમિત શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સેક્રેટરી પદ માટે શકીલ કડીવાલા અને અભિષેક આર્ટિસ્ટે ઉમેદવારી નોંધાવી હતી. શકીલ કડીવાલાને 31 મત જ્યારે અભિષેક આર્ટીસ્ટને 16 મત મળ્યા હતા. શકીલ કડીવાલાને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે મીનાક્ષી મહીડા તેમજ જોઇન્ટ સેક્રેટરી માટે મિતેષ રણા સામે કોઈએ ઉમેદવારી ન નોંધાતા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અમિત શાહ અને શકીલ કડીવાલા એ સૌ વકીલ મંડળનો આભાર માન્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગોધરા : લક્ષ્મીનગર સોસાયટી પાસેના કોમન પ્લોટના ખાળકુવામાં પડી જતા આશાસ્પદ બાળકનું મોત, ખાળકુવા બનાવનાર માલિક સામે કાર્યવાહીની માંગ..

ProudOfGujarat

કેમિકલ ભરવાના બેરલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

આમોદ નગરમાં દાંતીના ઘા જિંકી એક ઇસમનું ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!