ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લીમીટેડ રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી અને દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ, માંડવીના સહયોગથી વિના મુલ્યે આંખ તપાસ અને સારવાર કેમ માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.
જેમાં આંખના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આંખની તપાસ કરવામાં આવેલ આંખના રોગોની તકલીફો જેવી કે આંખે ઝાંખ વળતી હોય, આંખ ચોટતી હોય, દુઃખતી હોય કે લાલ રહેતી હોય વગેરે તકલીફોની તપાસ કરી મફતમાં દવા અને સારવાર આપવામાં આવેલ જેમને મોતિયો, ઝામર, વેલ, નાસુર જેવા રોગોના ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓને તેજસ આંખની હોસ્પિટલ, માંડવી ખાતે તે જ દિવસે હોસ્પિટલની બસમાં માંડવી લઇ જઇને દાખલ કરવામાં આવેલ તેમજ કેમ્પના સ્થળે દર્દીઓને ઓછા નંબરના ચશ્મા મફત આપવામાં આવેલ ઓપરેશન પછી દવા તથા કાળા ગોગલ્સ મફતમાં આપવામાં આવ્યા હતા ઓપરેશન પછી દર્દી અને સગાને મોસાલી સુધી બસ દ્વારા છોડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્દીઓને મફત ઓપરેશન કરી નેત્રમણિ (લેન્સ) મૂકી આપવામાં આવશે. એમ આયોજકો એ જણાવેલ કેમ્પ મા ડો. આસ્થા અને તેજસ હોસ્પિટલની ટીમ હાજર રહી હતી તથા દીપ ટ્રસ્ટના સી.ઈ.ઓ. એન.આર.પરમાર, સી. એસ. આર. મેનેજર જયનીશ સોમૈયાના માર્ગદર્શન હેઠળ એન. એચ. પરીખ, મેનેજર (એકાઉન્ટ)અને દીપ ટ્રસ્ટના કર્મચારીઓ ડો. જગદીશ વાણીયા દીપ ટ્રસ્ટ ના સ્ટાફ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ. આ કેમ્પમા કુલ 470 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ