શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11,12 ના વિદ્યાર્થીઓ માટે NSS ની વાર્ષિક શિબિરનુ ઉદ્ધાટન મામલતદાર અને ઍક્ઝુકેટિવ મેજીસ્ટ્રેટ, માંગરોળના પાર્થ જયસ્વાલના હસ્તે કરાયું હતું. અતિથિ વિશેષ તરીકે તૃપ્તિબેન.ઍસ.મૈસુરિયા તાલુકા પંચાયત સભ્ય, આંબાવાડી તથા ભૂમિબેન.બી.વસાવા તાલુકા પંચાયત સભ્ય, ભીલવાડા તથા શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાના આચાર્ય પારસભાઈ મોદી તથા શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉધ્ધબોધંન કર્યુ હતું. મનિષાબેન ચૌધરી તથા રતિલાલભાઈ ચૌધરી એ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન કર્યુ હતું. શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ તથા શાળાપરિવારે વિદ્યાર્થીઓને શુભેચછા પાઠવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement