Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

Share

વાંકલમાં ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું. કાકરાપાર અણુમથક શાળા અને ઇન્ટરનેશનલ વાઇબ્રન્ટ શાળા, કામરેજના આચાર્ય STUDENT COUNCILની શપથ વિધિમાં હાજર રહ્યાં હતાં.
આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. FAITH, TRUTH, DEDICATION & SUBLIMATION આ ચાર હાઉસનાં હેડ બોય, હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઈસ કેપ્ટન ક્લીનીનેસ કેપ્ટન, ક્લીનીનેસ વાઇસ કેપ્ટન, હાઉસ કેપ્ટન અને હાઉસ વાઈસ કેપ્ટનને શપથ લેવડાવવામાં આવી. દરેક હાઉસના સભ્યોને બેજ (badge) અને સેંસેસ (sashes) પહેરાવવામાં આવ્યા. દરેક હાઉસના સભ્યોનાં માતપિતા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

શાળાકીય કક્ષાએ આ STUDENT COUNCIL ની શપથ વિધિ યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર અનુસંધાનમાં જ્ઞાનનો વિકાસ થાય તથા ભારતના બંધારણ મુજબ અધિકારો અને ફરજો અનુસાર જવાબદારીઓ સમજતા થાય તેવો હતો. વિદ્યાર્થી પરિષદનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શાળાકીય પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રોજેક્ટોનું આયોજન અને અમલીકરણ કરીને નેતૃત્વ વિકસાવવાની તક આપવાનો છે. એક એવું વાતાવરણ બનાવો કે જ્યાં દરેક વિદ્યાર્થી તેમની ચિંતા અથવા જરૂરિયાતો વ્યક્ત કરી શકે.

કાકરાપારના અણુમથક સેન્ટ્રલ શાળાના આચાર્ય ડૉ. નીના બોપાઈએ તેમના ઉદબોધન માં જંગલના રાજાના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે દરેકમાં બધા પ્રકારન આવડત હોય તે જરૂરી નથી.પરંતુ દરેક માં પોતાની એક આગવી આવડત હોય છે.તેની ઓળખ કરી ધ્યાન આપી તે માર્ગમાં આગળ વધવું જોઈએ. ઇન્ટરનેશનલ વાઇબ્રન્ટ શાળાના આચાર્ય એસ. એસ.ધિલ્લોન તેમના વક્તવ્યમાં આ સમારોહ વિવિધ ગૃહોના ઉમેદવારોને હેડ બોય અને હેડ ગર્લ સ્પોર્ટ્સ અને સ્વચ્છતા કેપ્ટન અને વાઈસ કેપ્ટન સાથે ચૂંટવાની તક આપીને અનુભવી શિક્ષણનું (experience learning) શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે લોકશાહી શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અનુશાસન એ ચોક્કસપણે લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. કારણ કે; બાળકો શીખે છે કે ચૂંટણી લોકોની, લોકો દ્વારા અને લોકો માટે છે. અંતમાં રાષ્ટ્રગાન અને લાઈટ રેફ્રેશમેન્ટ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ
 


Share

Related posts

” વિશ્વ સિકલ સેલ દિવસ” : નર્મદા જીલ્લામાં સિકલસેલના સૌથી વધુ દર્દીઓ હોવા છતા સિકલસેલ માટે હોસ્પિટલ કે આઈસીયુની અછત.

ProudOfGujarat

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

ProudOfGujarat

ભરૂચ એસીબીએ વનવિભાગની ચેકપોસ્ટ પાસ કરવા 100 રૂપિયાની લાંચ લેતા બે બીટગાર્ડ ને ઝડપી પાડ્યા હતા..લાકડાની ટ્રક પસાર કરવા લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું હતું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!