Proud of Gujarat
FeaturedGujaratINDIA

156 માંગરોલ વિધાનસભાના 263 બુથ ઉપર તમામ મતદાન સ્ટાફ રવાના.

Share

આવતી કાલે પ્રથમ તબક્કાનુ વિધાનસભાનું મતદાન યોજનાર છે જે અંતર્ગત એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલના સંકુલમાંથી 156 માંગરોલ વિધાનસભાના 263 જેટલા મતદાન બુથો ઉપર આવતીકાલે મતદાન થશે. તમામ બુથોનો સ્ટાફ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરો, ડિસ્પેચિંગ સેન્ટર પરથી મતદાનની તમામ સામગ્રી લઇ તેની ચકાસણી કરી સ્ટાફને જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમથી બસ સુસજ્જ કરી. જે તે બુથ ઉપર રવાના કરવામાં હતી.

જનરલ ઓબ્ઝર્વર કંચન વર્મા (IAS) મુલાકાત લીધેલ હતી. ચૂંટણી અધિકારી ડૉ.જનમ ઠાકોર, મદદનીશ ચૂંટણી અધિકારી પાર્થ જયસ્વાલ, કિરણસિંહ રાણા તેમજ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકામાં 7 મહિલા સખી બુથ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં મતદાનનુ સમગ્ર સંચાલન બહેનો દ્વારા કરવામાં આવશે. તેમજ 132 બુથો વેબકાસ્ટિંગ દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માંગરોલ પી.એસ.આઈ.એચ.આર.પઢીયાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત દરેક બુઠ ઉપર ગોઠવવામાં આવેલ છે. સમગ્ર સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભાલોદ ના નદી કિનારા પાસેથી નવ ફુટ જેટલો લાંબો અજગર મળી આવ્યો સેવ એનિમલ ટીમ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે પકડીને વન વિભાગને સોંપ્યો

ProudOfGujarat

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં વ્યાપી ચિંતા

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ આઈનોકક્ષ સિનેમા પાસે ખુલ્લી ગટર માં ગત રાત્રી એ એક ગાય ખાબકતા મહા મહેનતે સ્થાનિકો ની મદદ થી ગાય ને બહાર કાઢવા આવી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!