Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોલ વિધાનસભાના રુટ સુપર વાઈઝર, રિસીવિંગ, ડીસ્પેચિંગ સ્ટાફ, ઝોનલ ઓફિસરની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ.

Share

અગામી 1 ડિસેમ્બરના રોજ વિધાન સભાના પ્રથમ તબક્કાનુ મતદાન યોજાનાર છે. 156 માંગરોલ વિધાન સભાના રુટ સુપર વાઈઝર, રિસીવિંગ ડીસ્પેચિંગ ઝોનલ ઓફિસરની ચૂંટણી લક્ષી તાલીમ માંગરોલ ખાતે એસ પી મદ્રેસા હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી. આ તાલીમમા ચૂંટણી અધિકારી ડૉ. જનમ ઠાકોર, મદદનીસ ચૂંટણી અધિકારી કિરણસિંહ રણા, માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિન સિંહ વાંસીયા, રાજુભાઈ ચૌહાણ, મનહરભાઈ વગેરે હાજર રહ્યા હતા. ડૉ.જનમ ઠાકોરે રૂટ સુપરવાઇઝરને દરેક વાહનો જીપીએસ સિસ્ટમથી ટ્રેક કરેલા રુટ પ્રમાણે પોતાના વાહનો લઈ જવા અને તેજ રુટથી વાહન લાવવા જણાવ્યું હતું. EVM સાચવણી તેમજ અન્ય સૂચનો પણ કર્યાં હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા : પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં MGVCL નાં જોખમી વીજ વાયરોનું સમારકામ કયારે ? સ્થાનિકો કરી રહ્યા છે સવાલ.!

ProudOfGujarat

ભરૂચ ઓસારા મહાકાળી મંદિર આગામી મંગળવારે ક્યાર સુધી ખુલ્લુ રહેશે, જાણો.

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્‍ટરશ્રી સી.આર.ખરસાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!