માંગરોળ તાલુકાના કોસાડી ગામે નદી કિનારે પોલીસે રેડ કરી 480 કિલો ગોમાંસ સાથે એક ગાય અને વાછરડો કબજે લીધા હતા જ્યારે બે ઈસમો ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયા છે.
માંગરોળ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયારને બાતમી મળી હતી કે કોસાડી ગામે 42 ગાળા ફળિયાની પાછળ નદી કિનારે આમિર અશરફ ભેડું રહે. કોસાડી અને મુસા સલીમ સાલેહ રહે. કોસાડી આ બંને ઈસમો ગાયની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરનાર છે આ બાતમી મળતા પોલીસ કર્મચારીઓ વિપુલભાઈ વિક્રમભાઈ આસિફખાન ઝહીરખાન, મેલાભાઈ સાગર વગેરે બાતમીવાળી જગ્યાએ પહોંચતા આમિર અશરફ ભેડુ અને મુસા સલીમ સાલેહ પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા પરંતુ આ બંનેને પોલીસે ઓળખી લીધા હતા સ્થળ ઉપરથી 480 કિલો ગૌમાંસ તેમજ એક ગાય અને વાછરડો સાથે છરી નંગ ત્રણ વજન કાંટો દોરડું સહિત રૂપિયા 54,800 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. આરોપી વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ વિપુલભાઈ વિક્રમભાઈ એ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ