Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ક્રિષ્ના વિદ્યાલય ખાતે સીઆરસી કક્ષાનુ વિજ્ઞાન/ગણિત પ્રદર્શન યોજાયું.

Share

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરત આયોજીત સીઆરસી કક્ષાનુ વિજ્ઞાન/ગણિત પ્રદર્શન, ક્રિષ્ના વિદ્યાલય ઝંખવાવના પટાંગણમા યોજાયો. આ પ્રદર્શનમા ઝંખવાવ સીઆરસીમા સમાવિષ્ટ ૯ શાળાઓએ ભાગ લીધો, આ પ્રદર્શનમા મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રભાઇ મોદી હાજર રહી પ્રદર્શનને ખુલ્લુ મુક્યુ. અતિથી વિશેષ તરીકે ડો. પ્રકાશભાઇ પટેલ, MIS સંદિપભાઇ, રવિભાઇ ભાટીયા, માધ્યમિક હાઇસ્કુલના પ્રિન્સિપાલ ભાવનાબેન ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.

સમગ્ર પ્રદર્શન ક્રિષ્ના વિદ્યાલયના પ્રમુખ નવિનભાઇ ખત્રી તરફથી કરવામા આવ્યુ તથા કાર્યક્રમનુ આયોજન સીઆરસી સુનિલભાઇ ચૌધરીએ કર્યુ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઆરસીમા સમાવિષ્ટ આચાર્યો, ગ્રામજનો તથા ક્રિષ્ના વિદ્યાલયનાં સ્ટાફ તરફથી સારો સહયોગ મળ્યો. આ કાર્યક્રમ નિહાળવા ૧૦૦૦ જેટલા વિધ્યાર્થી તથા ૧૦૦ જેટલા ગ્રામજનોએ ભાગ લીધો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અરવલ્લી : મેઘરજ પોસ્ટ ઓફિસનું સર્વર બે દિવસથી બંધ રહેતા ગ્રાહકોને ધરમધક્કા, ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના આર્થિક કામકાજ અટક્યા

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠકની ચુંટણીમાં છોટુભાઇ વસાવા પરિવાર પર સહુની નજર.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC વિસ્તારમાં વરુણ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી માંથી ખેડૂતો માટે ઉપયોગમાં લેવામાં આવતા રાસાયણિક ખાતરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે થતો હોવાનો પર્દાફાશ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!