Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબના બ્રિટન અને ફ્રાંસ પ્રવાસ દરમિયાન જીવન પ્રેરણાદાયક અને અસરકારક બનાવવા અનુરોધ કરાયો.

Share

યુવાન ચિંતક, વિદ્વાન સામાજક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમ જ્યોતિ ભારતથી લઈને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબના બ્રિટન અને ફ્રાંસ પ્રવાસ દરમિયાન જીવન પ્રેરણાદાયક અને અસરકારક બનાવવા અનુરોધ કરવામાં આવ્યો. ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ ૧૨૨૦ વર્ષો કરતાં જૂની સૂફી પરંપરા અને પરિવાર સાથે જોડાયેલ છે અને તેથી જ તો તેઓના જીવનમાંથી આટલી યુવાનવયે જ સાદગી, સમર્પણ, ત્યાગ, સદભાવના, સેવા, માનવતા, શાંતિ, સંવાદિતા, પ્રેમ અને જ્ઞાનની પ્રસરતી સુવાસ પ્રેરણા આપી જાય છે. બ્રિટન પ્રવાસ દરમિયાન ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેઓના અસંખ્ય અનુયાયીઓને મળ્યાં પરંતુ સાથે-સાથે બ્રિટનની મુખ્ય ધારા સાથે જોડાયેલ આગેવાનો, વિચારકો, સામાજિક, શૈક્ષણિક અને મલ્ટીફેઇથ સંસ્થાઓની બ્રિટન પ્રવાસ દરમિયાન મુલાકાત લઇ વિશ્વભાઈચારો, કોમી એકતા, અહિંસા, સમાનતા, સામાજિક તથા શૈક્ષણિક સશક્તિકરણના મૂલ્યોની વાત કરી સંવાદ કર્યો, જેનાથી ઘણા અંગ્રેજ ચિંતકો મુખ્યધારાના આગેવાનો શિક્ષણવિદો પણ પ્રભાવિત થયા હતા.

પોતાના બ્રિટન પ્રવાસ દરમિયાન તેઓ ઓલિવ સ્કૂલ, ઇડન સ્કૂલ, કમ્યુનિટી સેંટરો, અલ હિકમા સેન્ટર, સહિત, વોહરા વોઈસ યુકે વગેરે સંસ્થાઓની મુલાકાત લઇ આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક, સશક્તિકરણની ચર્ચા વિચારણાઓ અને આયોજનો તરફ ધ્યાન દોર્યું, બ્રિટનમાં આપણી યુવા પેઢીને આપણી સંસ્કૃતિ વારસો સંસ્કાર આપણા મૂલ્યો સાથે કેવી રીતે જોડવા અને યુવાનોને આપણા સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કઈ રીતે પ્રોત્સાહન આપી આપણી આવનારી પેઢીમાં જવાબદાર આગેવાનો લીડરશીપ ઊભી કરી શકાય તેના ઉપર પણ લંડન, લેસ્ટર, બોલ્ટન, બ્લેકબર્ન, બાટલી, ડ્યુઝબરી જેવા શહેરોમાં હકારાત્મક અને નક્કર વાટાઘાટો ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે કરી હતી.

Advertisement

એચ. એચ. એમ. સી. એજ્યુકેશનલ કેમ્પસ, પાલેજ પાસે આવેલ સંસ્થા કે, જ્યાં ઉચ્ચકોટિની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે, તેને બ્રિટનની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડી સમગ્ર માનવ સમાજને વધુને વધુ શૈક્ષણિક ફાયદો થાય તથા આવનાર સમયમાં બાળકો અને શિક્ષકો પરસ્પર વૈશ્વિક અનુભવો વહેંચી શકે તેના ઉપર પણ ચોક્કસ દિશામાં વિચાર વિમર્શ કરી ભૂમિકા તૈયાર કરવામાં આવી છે. બ્રિટનમાં વસતા ભારતીય ખાસ કરીને ગુજરાતી સમાજ પાસે ભારતના અને બ્રિટનના ખૂબ જ ઊંચા ઉત્તમ અને સારા મૂલ્યોનો વારસો છે, આપણે બધાએ સાથે મળીને વિશ્વભરમાં આદર, શાંતિ, પ્રેમ સંવાદિતા અને આધ્યાત્મિકતા ના મૂલ્યોને અમલમાં મૂકી એક આદર્શ નાગરિક બની આ મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. બ્રિટન એ ખૂબ જ આદર્શવાદી અને નીતિ નિયમો વાળો દેશ છે, જેમાં રહી આપણે તમામ તકોનો સદઉપયોગ કરી બ્રિટન અને ભારતના પ્રગતિના તમામ પ્રયત્નો કરવા જોઈએ.

સંપ, સહકાર, પ્રેમ, સંવાદિતા, સશક્તિકરણથી આપણે બધા જ પ્રગતિ સાથે-સાથે આગળ વધી શકીશું. સજાગ વ્યક્તિ, સક્રિય સમાજ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિકતાની યોગ્ય સમજ સૌનું કલ્યાણ કરી શકે છે, આમ ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે યુકે ખાતે વી.વી. યુકેને આપેલ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું, વી.વી.યુકેના હોદ્દેદારોએ સુંદર આયોજન કર્યું હતું, સુ સ્મિથ, જેનેટ ગેન્ટ, ઇકબાલ ભાઇ, ડો.અદમ ટંકારવી, અબ્દુલ ભાઇ, ઇમ્તિયાઝ પટેલ તેમજ વિવિધ સમાજ અને ક્ષેત્રના અગ્રણિઓ, મહાનુભવો, સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો પણ રસ લઇ સહભાગી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓના દાદા હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબે ૧૯૭૦ના દાયકાથી યુકે ખાતે આ નેક કાર્ય શરૂ કર્યું હતુ, ત્યારબાદ તેઆના પિતાએ આગળ ધપાવ્યું અને આપ પણ મોટામિયાં માંગરોલની ગાદી અને પોતાના પૂર્વજોની પગદંડી અનુસરી સેવાકાર્ય આગળ ધપાવી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગોધરા : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સી.કે.રાઉલજીની આગેવાની હેઠળ ઓરવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આજે 2 નવા કેસો સાથે કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145 થઇ.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આડેધડ પાર્ક કરાતા વાહનો બાબતે પોલીસે એસોસિએશનને ચેતવણી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!