માંગરોળ તાલુકાના વાંકલ ગામે વિધાનસભાની ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે લોકો નિર્ભય રહે કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેવા આશયથી પોલીસ તંત્ર જાહેર માર્ગો ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે વાંકલ ગામના મુખ્ય બજારમા સીઆરપીએફ ના જવાનો અને સ્થાનિક માંગરોળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement