Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ઉમરપાડાના સ્નેહલ વસાવાને ટિકિટ આપી.

Share

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી એ નવ નિર્માણ આદિવાસી યુવા સંગઠન ઉમરપાડાના સ્નેહલ વસાવાને ટિકિટ આપતા ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં ગાબડું પડ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમવાર માંગરોળ વિધાનસભા બેઠક ઉપર દાવેદારી કરવામાં આવી રહી છે ત્યારે ઉમરપાડા નવી વસાહત વિસ્તારના યુવા કાર્યકર સ્નેહલ વસાવા જેમણે એસ વાય બી એસ સી સુધી અભ્યાસ કરેલ છે અને છેલ્લા આઠ દસ મહિનાઓથી તેઓ આદિવાસી સમાજને લગતા વિવિધ મુદ્દાઓ અને હક અધિકારો માટે નવનિર્માણ આદિવાસી યુવા સંગઠન મારફત મારફત લડત ચલાવતા હતા જેમાં વિવિધ મુદ્દે ઉંમરપાડા ખાતે આદિવાસી સમાજની મોટી પ્રભાવક રેલીઓ યોજવામાં આવી હતી અને આ રેલીઓમાં સારી કામગીરીને ધ્યાનમા લઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહલ વસાવાની પસંદગી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ત્રિપાખીયો જંગ નિશ્ચિત બની રહ્યો છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ જૈન ઉપાશ્રયમાં પ્રભુ મહાવીર જન્મ વાંચનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ-દહેજ રોડ પર બિસ્માર રોડના કારણે સ્થાનિકોએ ટ્રાફિકજામ કર્યું, નોકરી પર જતા કંપની કર્મચારીઓ અટવાયા.

ProudOfGujarat

रितिक रोशन आनंद कुमार के 26 आईआईटी-जेईई 2018 पास आउट छात्रों के लिए रखेंगे पार्टी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!