Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આંબાવાડી તાલુકા પંચાયતમા પેજ પ્રમુખોને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપવા બેઠક યોજાઇ.

Share

માંગરોળ તાલુકાની નાની નરોલી જીલ્લા પંચાયત બેઠકમા આવતા આંબાવાડી ઝીનોરા, વેરાકુઈ, કંસાલી વગેરે ગામોમાં બુથના પેજ પ્રમુખોની બેઠક જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

ઉપરોક્ત બેઠકમાં ચુંટણીલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. હાલ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા બુથ લેવલે સંગઠનલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આંબાવાડી તાલુકા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ચાર જેટલા ગામોમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત પેજ પ્રમુખોની બેઠકમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, સુરત જીલ્લા ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના મહામંત્રી જગદીશભાઇ ઞામીત, વાંકલ તાલુકા પંચાયત સભ્ય ડૉ.યુવરાજસિંહ સૉનારીયા, જીલ્લા કિસાન મોરચાના ઉપ પ્રમુખ ઇન્દ્રિશભાઇ મલેક અને તાલુકા પંચાયતનાં સંયોજક શૈલેષભાઇ મૈસુરીયા, કંસાલી ગામના સરપંચ હરેન્દ્રભાઇ ગામીત, કરમાભાઈ ગામીત, વેરાકુઈ ગામના આગેવાન મહેશભાઈ ગામીત સહિતના સંગઠનના આગેવાનો અને તે જ પ્રમુખો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાંથી દેશી તમંચા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

વાહનવ્યવહાર કચેરી ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઓકશન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કૉલેજમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!