ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ તેમજ ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ પરંપરા અનુસાર નવા વર્ષે શુભેચ્છા મુલાકાત આપી આશીર્વચન આપ્યા હતા. તેઓના સુપુત્ર અને અનુગામી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી કે જેઓ હાલ વિદેશ પ્રવાસ હોય તેમના દ્વારા પણ શુભેચ્છા પાઠવી તમામને નૂતન વર્ષે વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો.
હાલના સમય દરમિયાન જીવનમાં સરળતા જરૂરી હોય, શક્ય હોય ત્યાં સુધી સાદગીને પ્રાધાન્ય આપવું જરૂરી છે, મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીની સેવાઓએ માનવતાનું સત્વ જળવાય એ દિશામાં હમેશા પ્રયત્ન કર્યો છે, અને સાથે સાથે ઈર્ષા, દ્વેષ, દૂર થાઈ એવો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પણ હાકલ કરવામાં આવી હતી. પાલેજ મુકામે વર્ષોની પરંપરા મુજબ વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમૂદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી એ મુલાકાત આપી દેશની એકતા અને અખંડિતતા માટે ખાસ દુઆ કરી હતી, જયારે મોટામિયાં માંગરોળ મુખ્યગાદી ખાતે અનુયાયી ઓ આવીને દરગાહ પરિસરમાં જઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
વિનોદ મૈસુરીયા : વાંકલ