Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ઉજવણી કરાતા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કોરોનાના બે વર્ષ બાદ જલારામ જયંતિની આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વેરાકુઇ ગામ વાંકલથી સાત કિમી દૂર આવેલું છે. આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડ્યા હતા. ભકતજનો એ જલારામ બાપાના દર્શન કર્યાં હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ તકે વેરાકુઈ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા, જલારામ મંદિરના સ્થાપક સ્વ. નાનુભાઈ ગામીતના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો એ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

ગોધરા : કાવ્ય અને લોકગીત કાવ્યગાન સ્પર્ધામાં મીરઝા આફરીન તૃતીયક્રમે વિજેતા.

ProudOfGujarat

તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન : જાણો કોણ કોણ રહ્યું હાજર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!