Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા નજીક નુતન વર્ષના દિવસે સામસામે ભટકાયેલા બે બાઈક ચાલકોમાં વધુ ઈજા પામેલા એક બાઈક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે.

નૂતન વર્ષના દિવસે મોસાલી ચાર રસ્તા અમન પેટ્રોલિયમ પાસે અકસ્માત સર્જાયો હતો. કનવાડા ગામનો કેતનભાઇ કિશોરભાઈ પટેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી મોસાલી ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો ત્યારે મોસાલી તરફથી એક બાઈક પર બેસી આવી રહેલા રાહુલભાઈ પ્રવીણભાઈ વસાવા અને દયારામ બીપીનભાઈ વસાવા બંને મિત્રો સામેની બાઇક સાથે ભટકાયા હતા. અકસ્માતમા સામસામે ભટકાનાર બંને બાઈક ચાલકો માંગરોળ તાલુકાના કનવાડા ગામના વતની હતા. અકસ્માતમાં કેતનભાઇ કિશોરભાઈ પટેલને પગના ભાગે ઇજાઓ થતા તેમને દિનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે રાહુલભાઈ પ્રવીણભાઈ વસાવાને સામાન્ય ઇજાઓ થઈ હતી તેમજ દયારામ બીપીનભાઈ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેમને સુરત ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રીજા દિવસે દયારામભાઈનું મોત નીપજ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સિધ્ધાર્થ બંગ્લોઝ ખાતે એક લાખ કરતા વધુની મતાની ચોરી

ProudOfGujarat

વિરમગામ નજીક નળસરોવર વિસ્તારમાંથી 24 વિદેશી પક્ષીઓ સાથે એક શિકારી ઝડપાયો.

ProudOfGujarat

પ‍ાલેજ – નબીપુરમાં રેપિડ એક્શન ફોર્સની ફલેગ માર્ચ યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!