માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા માર્કેટયાર્ડ સામે આવેલ પ્રિન્સ શોપિંગ સેન્ટરની એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનને તસ્કરો એ નિશાન બનાવી રૂપિયા 4.50 લાખના ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરતા દુકાનદારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોસાલી ગામની રોયલ રેસિડેન્સીમાં રહેતા યુસુફ અબુબક્કર તાડવાલા મોસાલી ચાર રસ્તા માર્કેટયાર્ડ સામે આવેલા પ્રિન્સ શોપિંગ સેન્ટરમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે તેમની દુકાનના પાછળના ભાગે મુકવામાં આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઇલેક્ટ્રોનિક સામાન, ગીઝર, એમરોન બેટરી, કેનોન પ્રિન્ટર, સોલર લાઈટ, ઈસ્ત્રી, મિક્સચર સહિત 70 જેટલી નાની મોટી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ચોરી અજાણ્યા ચોરી ઇસમો કરી છે. ચોર ઈસમો એ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના સામાન પણ ચોરી કરી પુરાવાનો નાશ કર્યો હતો, ખૂબ જ પ્લાનિંગથી આ ચોરી કરવામાં આવી છે. હાલ જ્યારે દિવાળી જેવા તહેવારોના સમયમાં જ ચીજ વસ્તુઓનો વેચાણ થતું હોય છે ત્યારે જ ચોર ઈસમો ધાપ મારી દુકાનદારને મોટું નુકસાન પહોંચાડ્યું છે ચોરીની ઘટના સંદર્ભમાં ઈસુફભાઈ તાડવાલા એ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોસાલી ગામે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં લાખો રૂપિયાના સામાનની ચોરી થયા બાદ માંગરોળ પોલીસ અને એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે જેમાં પરપ્રાંતીય ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું અને ચોરીનું મોટું રેકેટ હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. હાલ પોલીસ ગુનેગારોની એકદમ નજીક પહોંચી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં જ ચોરીનો ભેદ ઉકેલાઈ જશે અને મુદ્દામાલ રિકવર કરી પોલીસ આરોપીને ઝડપી લેશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ