માંગરોળ તાલુકાના કોસાડી ગામે નદી કિનારા તરફ રાત્રિ દરમિયાન ગાયને કતલ કરવા લઈ જતા એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો જ્યારે બીજો ઈસમ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હે.કો. કેતનભાઇ પ્રેમજીભાઈ, પો.કો. ભાવેશભાઈ રમણભાઈ, પો.કો. શૈલેષભાઈ ધુળજીભાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢીયાર વગેરે દિવાળીના તહેવારને લઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કોસાડી ગામનો સોકત મોહમ્મદ ભીખુ અને અનવર મોહમ્મદ ભીખુ બંને ભાઈઓ એક ગાયને દોરડા વડે બાંધી કતલ કરવા માટે કોસાડીથી આંકડોદ તરફના રસ્તા ઉપર નદી કિનારા પાસે લઈ જનાર છે અને ગાયની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરનાર છે આ બાતમીની હકીકતને આધારે પોલીસ કર્મચારીની ટીમે ઉપરોક્ત સ્થળે રાત્રી દરમિયાન રેડ કરતા સોકત મોહંમદ ભીખુ ઉંમર વર્ષ 45 રહે કોસાડી ગામ 42 ગાળા ગાયને દોરડા વડે બાંધી હંકારી જતા ઝડપાઈ ગયો હતો જ્યારે તેનો ભાઈ અનવર મોહમ્મદ ભીખુ ભાગી છુટ્યો હતો પોલીસે ગાયનો જીવ બચાવી મુદ્દામાલ કબજે લીધો હતો. હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ પ્રેમજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં અનવર મોહમ્મદ ભીખુને વોન્ટેડ જાહેર કરાયો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ