આજરોજ તા.19.10.2022 ના બુધવારે વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કાનુની સેવા સમિતિ માંગરોળ દ્વારા ધોરણ 9 થી 12 ની 300 જેટલી વિદ્યાર્થિનીઓને પોસ્કો અંતર્ગત જાતિય શોષણ અંગે કાયદાકિય માર્ગદર્શન આપ્યુ. માંગરોળ કોર્ટમાથી આવેલા માન. યુવરાજસિંહ વરાછિયા તેમજ તેમની ટીમે આજની દિકરીયોને સમાજમા કઈ રીતે કાયદાકિય રીતે નિર્ભય બનીને રહેવુ જેવુ ખુબ જ સુંદર માર્ગદર્શન આપ્યુ. આ કાર્યકમમા એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઈસ્કૂલની શિક્ષિકા બહેનો એ પણ આ માર્ગદર્શનનો લાભ લીધો શાળાના આચાર્ય પારસભાઈ મોદી તથા વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ એ કાર્યક્રમને અનુરુપ પ્રાસંગિક કાર્યક્રમ પ્રવચન કર્યુ હતું. આચાર્ય તથા શાળા પરીવાર તેમજ વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તથા તમામ ટ્રસ્ટીઓએ માર્ગદર્શન આપનાર ટીમનો આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોળ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Advertisement