પૂર્વ મંત્રી ગણતસિંહ વસાવાના હસ્તે ભૂમિપૂજન માંગરોળ તાલુકાના ઓગણીસા ખાતે યોજાયો હતો. કાકરાપાર ગોરધા વડ ઉદવહન સિંચાઇ યોજનામાં 570 કરોડનો ખર્ચ કરી યોજના પૂર્ણ કરી છે. વંચિત રહી ગયેલા ખેડૂતોને લાભ થશે. આ યોજના 20.16 કરોડના ખર્ચ કરી લોકોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સિંચાઈના પાણીમાં બાકી રહી ગયેલા ખેડૂતોનું સર્વે થઈ ગયું છે. ખેડૂતોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં સો ટકા આદિવાસી ખેડૂતો છે. પાણીની સુવિધાથી વંચિત રહેલા આદિવાસી ખેડૂતોની ચિંતા કરી સરકારે 20 કરોડથી વધુનો ખર્ચ કરી સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે.
પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા એ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબોની અને ખેડૂતોની સરકાર છે. આ યોજના 570 કરોડની યોજનાનો કોન્ટ્રાક્ટ L& કંપનીને આપવામાં આપવામાં આવ્યો છે. ઉકાઈનું પાણી વર્ષો સુધીની ખેડૂતોની અને આ વિસ્તારના લોકોની માંગ હતી. ભાજપ સરકાર દ્વારા એને પૂર્ણ કરવામાં આવી છે. આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે. જે ખેડૂતો લાભોથી વંચીત થતાં તેનું ફરી સર્વે કરીને સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. હાલ લોકોની માંગણી હતી તેને ધ્યાને લઈ ગણપતસિંહ વસાવા એ રજૂઆત કરાતા માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેનું આજે ભૂમિ પૂજન ઓગણીસા ખાતે ૨૦ કરોડથી વધુના ખર્ચે લાઇનો નાખવામાં આવશે. તે યોજનાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ઉકાઈનું પાણી લાવવા માટે ખેડૂતોની વર્ષોની લડત હતી તે માંગણીઓ સંતોષાય છે. આ સિંચાઇની સુવિધા પ્રાપ્ત થવાથી આદિવાસી ખેડૂતો સદ્ધર થશે. આ સિંચાઇ સુવિધા પ્રાપ્ત થવાથી શેરડી, શાકભાજી જેવા અનેક રોકડીયા પાક લઈ પોતાનું જીવન ધોરણમાં સુધારો આવશે. આ કાર્યકમમાં સિંચાઇના દીપક વસાવા, દિનેશ સુરતી, દિલીપસિહ રાઠોડ,અધ્યક્ષ અફઝલ પઠાણ, ઓગણીસા સરપંચ સોમાભાઈ ચૌધરી, ભૂમિ વસાવા, મુકેશ ચૌધરી, દીપક ચૌધરી, યુવરાજ સિંહ, શૈલેષ મૈસુરિયા, રમેશ ચૌધરી, મુકુંદ પટેલ, સુરેશ વસાવા, હરસની, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ