Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળની નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભા ગૌચરમાં માટી ખનન મુદ્દે તોફાની બનતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.

Share

માંગરોળ તાલુકાની નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભા ગૌચરમાં માટી ખનન મુદ્દે તોફાની બનતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ ગૌચરમાં માટી ખનનનો પ્રબળ લોક વિરોધ થતાં એજન્સી એ કામ બંધ કર્યું છે.

નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઈ હતી જેમાં ૧૫ મું નાણાપંચનું સોશિયલ ઓડિટ અગામી વિકાસ કામોનું આયોજન સહિત એજન્ડા અનુસાર 10 જેટલા મુદ્દે સભામાં કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામસભાના અંત સમયે નાની નરોલી ગામની સીમમાં આવેલ સર્વે નંબર 65 અને બ્લોક નંબર 110 વાળી ગૌચરની જમીન જે ચાંદળીયા તરીકે ઓળખાય છે. ઉપરોક્ત જમીનમાંથી 14 વિંગા જેટલી જમીનમાં જી.આર ઈન્ફા કંપની દ્વારા માટી ખનન કરવામાં આવી રહ્યું હતું અને આ મુદ્દે ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ઉપરોક્ત માટી ખનન બંધ કરવામાં આવે તેવી અરજી પણ આપવામાં આવી હતી. ઉપરોક્ત ગૌચરની જમીન છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજના લોકો ખેડાણ કરી રહ્યા છે અને આ મુદ્દે અગાઉ બિનઅધિકૃત દબાણ અંગેની ફરિયાદ પણ ઉઠી હતી. પરંતુ ઉપરોક્ત જમીનમાંથી જો માટી ખનન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ ઉપસ્થિત થઈ શકે છે તેવું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ મુદ્દે ચૂંટાયેલા સરપંચ ઉપસરપંચ વગેરે સાથે ગામસભામાં લોકોએ બોલાચાલી કરતા ગ્રામસભા તોફાની બની હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કેટલાક લોકોએ કરેલા અસભ્ય વર્તન અને ગાળાગાળી કરતા સરપંચ અને ઉપસરપંચ માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ અરજી આપી હતી.

Advertisement

નાની નરોલી ગામની સીમમાં આવેલ સર્વે નંબર 65 વાળી જમીન 1972 થી કલેકટરના હસ્તક છે ગ્રામ પંચાયત પાસે આ જમીનનો વહીવટ કરવાની કોઈ સત્તા નથી ઉપરોક્ત જમીનમાં નવું તળાવ બનાવવા માટે અમે સહમતિ દર્શાવી હતી જેથી સિંચાઈ યોજનાનું પાણી આ તળાવમાં આવી શકે અને લોકોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

મહિલા શશક્તિકરણ:અંકલેશ્વર માં વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા 60 મહિલાઓ ને સિલાઈ મશીન નું વિતરણ કરાયું

ProudOfGujarat

હાંસોટ મામલતદારે મધ્યાહન ભોજન યોજનાની નિમણુંકમાં નિયમો નેવે ચડાવ્યાં.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!