Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ ખાતે એસ.પી.મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શિબિર યોજાઇ.

Share

આજરોજ તારીખ 18-10-2022 ને મંગળવારના રોજ મોટામિયા માંગરોલ મુકામે કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ પી મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલમાં કાનૂની સેવા સત્તામંડળ ન્યુ દિલ્હીના સહયોગથી એક કાનૂની શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ કોર્ટમાંથી વકીલ સંજયભાઈ વસાવા અને ગૌરવભાઈ વસાવાએ પોક્સો એક્ટની સુંદર સમજ આપી હતી. 18 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ આ પોક્સો એક્ટ હેઠળ તેમની સામે થતા અત્યાચારમાં સહારો લઈ શકે તેની વિગતવાર જાણ કરાઈ હતી. આ તબક્કે પી.એચ.વી.ડી કેશુભાઈ વસાવા અને પરેશભાઈ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન શાળાના સિનિયર શિક્ષક અકબરભાઈ મંગેરા સાહેબે કર્યું હતું. આભાર વિધિ ફિરદોસખાન પઠાણે આટોપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઓડિશામાં ત્રણ ટ્રનો વચ્ચે ભયાનક ટક્કર, અત્યાર સુધીમાં 280 લોકોના મોત

ProudOfGujarat

પાણેથા ગામ ખાતેથી બાઈક ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસ

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ની મુલાકાત લેતા ભુપેન્દ્ર યાદવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!