સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપસિંહ વસાવાના વરદ હસ્તે ૧.તકેશ્વર નાનીનોલી મોસાલી રોડનું રૂા.૧૧૭૫ લાખ, ૨. વેલાકોંટી રીસર્નેસીંગ રોડ રૂા.૧૧૦ લાખ, ૩. મોટીપારડી ગામે પંચાયત ઘર રૂા.૧૫ લાખ, ૪. નંદાવ ખામે પંચાયત ધ૨નું ખાતમુહુર્ત રૂા.૧૫ લાખ, પ. માંગરોળ ગામે પીવાના ટાંકીનું ખાતમુહર્ત રૂા.૨૧.૭૫ લાખ ખાતમુહૂર્ત તથા .નાનીપારડી ગામે પુર પ્રોટેક્શન વોલ રૂા.૩૫ લાખ ૭.નાનીપારડી ગામે પ્રાથમિક શાળાના ચાર ઓરડાના રૂા.૨૦ લાખનો લોકાર્પણ મળી કુલ રૂા.૧૩૯૨ કરોડના વિકાસના કામોનો કાર્યક્રમ યોજાનો હતો. આ વિકાસન કામો થતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે.
ઝંખવાવ ગામે ” પી.એમ.જે.એ.વાય. યોજના હેઠળ વિનામુલ્યે “ પીવીસી કાર્ડ ” જરૂરીયાત મંદ ૯૯૭ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં ૫૮૪ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવશે.
ઉપરોકત કાર્યક્રમમાં સુ.જિ.ભાજપા મહામંત્રી દીપક વસાવા, ઉપપ્રમુખઅનિલભાઈ શાહ, એ.પી.એમ.સી. કોસંબાના ચેરમેન દિલીપસિંહ રાઠોડ, સુ.જિ.પં.દંડક દિનેશભાઈ સુરતી, સુ.જિ.પં. સિંચાઈ અને સહકાર સમિતીના ચેરમેન અફઝલખાન પઠાણ, સુ.જિ.પં. મહિલા અને બાળ વિકાસ સમિતીના ચેરમેન નયનાબેન ડી. સોલંકી, માંગરોળ તાલુકા ભાજપા પ્રમુખ મુકુન્દભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત માંગરોળ ઉપપ્રમુખ ભરતભાઈ એન. પટેલ, કારોબારી અધ્યક્ષ માંગરોળ તાલુકા, મહાવીરસિંહ પી. પરમાર, બી.ડી. સીસોદીયા તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા પ્રજાજનો હાજર રહયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ