નાંદોલા ગામે રહેતી ૨૩ વર્ષની યુવતીની સગાઈ માંડવી તાલુકાનાં ગામના યુવક સાથે ત્રણ માસ પહેલા થઈ હતી અને આ યુવક યુવતીનાં લગ્ન તા.૨ મે ના રોજ યોજાનાર હતા, પરંતુ કોરોના વાયરસની મહામારીનાં કારણે સરકાર દ્વારા લગ્ન પ્રસંગ યોજવાની મંજૂરી ન મળતા લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો હતો. ત્યારબાદ આ યુવતી ભાવિ પતિ સાથે ત્રણ માસ સુધી ઈસર ગામે રહી હતી અને તારીખ 27 મી ના રોજ પોતાના વતન માતા-પિતાને ત્યાં નાંદોલા ગામે ભાવિ પતિ સાથે આવી હતી. ત્યારે રાત્રિના સમયે આ યુવતી ક્યાં ગુમ થઈ ગઈ હતી જે અંગે માતા-પિતા અને પરિવારજનોએ શોધખોળ કરી હતી. પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ માંગરોળ પોલીસ મથકમાં આપી હતી. ચર્ચા મુજબ આ યુવતી રાત્રિના સમયે નજીકનાં ધોળીકુઇ ગામના એક યુવક સાથે લગ્ન કરવાના ઈરાદે ભાગી ગઈ હતી એક તરફ સામાજિક રીતરિવાજ મુજબ વર કન્યાના માતા-પિતા અને પરિવારજનો એ લગ્ન પ્રસંગ યોજવાની તમામ તૈયારીઓ કરી દીધી હતી. સમાજનાં રીત રિવાજ મુજબ વહેવારો પણ કરી લીધા હતા ત્યારે આવી ઘટના બનતા બંને પરિવારોને સામાજિક રીતે આંચકો લાગ્યો હતો.
માંગરોલ તાલુકાનાં નાંદોલા ગામની યુવતીની સગાઈ થયાં બાદ ત્રણ માસ સાસરીમાં રહ્યા પછી પોતાના માતા-પિતાનાં ઘરે ભાવિ પતિ સાથે આવેલી યુવતી રાત્રિ દરમિયાન પોતાના પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે.
Advertisement