Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ આંબાપારડી માર્ગ ઉપર ઓગણીસા ગામે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા એકનું મોત.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ આંબાપારડી માર્ગ ઉપર ઓગણીસા ગામે કાર ચાલકે ઓવરટેક કરવામાં સામેથી આવી રહેલ બાઇક ચાલકને અડફેટે લેતા પાછળની સીટ ઉપર વૃદ્ધનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. જયારે બાઇક ચાલકને પગે ઇજાઓ થઈ હતી. આ ધટના અંગે પ્રાપ્ત વિગત મુજબ વાંકલ આંબાપારડી માર્ગ ઉપરથી નજીકનાં નાંદોલા ગામનો એક યુવક GJ-05-CN-1132 વેગેનાર કારમાં શાકભાજી લઈ માંડવીના પરવટ ગામે જઇ રહ્યો હતો આ સમયે ઓગણીસા ગામ નજીક સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધિ પતાવીને પોતાની બાઇક ઉપર આવી રહેલા માંડણ ગામનાં રાસાભાઈ અને ઓગણીસા ગામનાં ગનજીભાઇ ભેરજીભાઇ ચૌધરી (ઉં.વર્ષ.70) ને કાર ચાલકે આગળનું વાહન ઓવરટેક કરવામાં અડફેટે લીધા હતા. જેથી બાઇક ઉપર સવાર બંને વ્યક્તિ રસ્તા ઉપર પછાડાયા હતા. જેમાં ગનજીભાઇ ભેરજીભાઇ ચૌધરી રહેવાસી (ઓગણીસા ગામ) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે લઈ જવાતા રસ્તામાં કરૂણ મોત થયું હતું જયારે બાઇક ચલાવનાર રાસાભાઈને પગમાં ઇજા થઈ હતી. તેઓ હાલ સારવાર હેઠળ છે. અકસ્માત સર્જાતા કાર પણ સાઈડની ગટરમાં ઉતારી ગઈ હતી. આ બનાવની જાણ ઓગણીસા ગામનાં સરપંચ સોમાભાઇ ચૌધરીને થતાં તેઓ ગ્રામજનો સાથે મદદે દોડી આવ્યા હતા. તેમજ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીનાં પોલીસ કર્મચારી ધટના સ્થળે આવી અકસ્માત ગ્રસ્ત વાહનોનો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ફતેગંજ પોલીસ.

ProudOfGujarat

સુરતના મિકેનીકલ વિદ્યાર્થીઓનો વર્લ્‍ડ રેકોર્ડ, બનાવ્યો માત્ર 1800 રૂપિયામાં 29 ગ્રામનો સેટેલાઈટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!