Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોળ મુકામે ઓવરહેડ ટાંકીનું ભૂમિ પૂજન તેમજ નાની પારડી પ્રાથમિક શાળાના નવા ઓરડાનુ ઉદ્ઘાટન માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું.

Share

વાંકલ તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે 1 લાખ લીટર ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી માટે 21 લાખ મંજૂર કરાતા ભૂમિપૂજનનો કાર્યક્રમ માંગરોળ ગામ પંચાયત ખાતે ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો તથા નાનીપારડી મુકામે જીઆઇપીસીએલ કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા વીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ચાર નવા મકાનના ઓરડા બનાવવામાં આવેલ જેનું ઉદ્ઘાટન રીબીન કાપીને ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમા દિલીપસિંહ રાઠોડ, મુકુંદભાઈ પટેલ, ઈદરીશભાઈ મલેક, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, અનિલભાઈ શાહ, સુરત જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસના અધ્યક્ષ નયનાબેન સોલંકી, જયચંદભાઈ વસાવા, એડવોકેટ તનોજભાઈ પરમાર, ઇશ્વરભાઇ પરમાર, વિપુલભાઈ પરમાર, નિકેશ વસાવા, મનીષભાઈ, ઇસ્માઈલ બોબાત, સોયેબ રાવત, ચૂંટાયેલા હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.દિલીપ સિંહ રાઠોડ એ પોતાના પ્રવચનમાં ગણપતસિંહ વસાવા વિકાસ માટે ઘણી ગ્રાન્ટો અપાવી છે. માંગરોળ તાલુકામાં કરેલા વિકાસના કામો વિશે માહિતગાર કર્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ચોરાઇ ગયેલ મોટરસાયકલને પોકેટકોપની મદદથી પકડી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

એપીએમસી કોસંબા દ્વારા કેન્દ્રીય કૃષિલક્ષી બજેટની માહિતીલક્ષી ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!