આજરોજ માંગરોલ તાલુકાના શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર સ્કુલ કંટવા ખાતે સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળ અને સિવિલકોર્ટ માંગરોળ ખાતે આવેલ તાલુકા કાનુની સેવા સત્તામંડળના સંયુકત ઉપક્રમે પોકસો એકટ વિશે શાળાની વિદ્યાર્થીનીઓને એડવોકેટ યુવરાજસિહ વરાછીયા અને સંજયભાઇ વસાવાએ યોગ્ય માર્ગદર્શન આપ્યુ જેનાથી શાળાના વિદ્યાર્થીઓને વિવિધ કાયદાકીય બાબતોની ખુબ સરસ માહીતી આપી હતી. આ સમ્રગ કાર્યક્રમનુ આયોજન આચાર્ય પ્રવિણસિહ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ જેનુ સંચાલન શાળાના શિક્ષક ઈમરાનભાઈ મલેકે કર્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકોએ ખુબ મહેનત કરી હતી. શાળાના શિક્ષિકા મનિષાબેને પધારેલ મહેમાનો અને તમામનો આભાર માન્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement