માંગરોળ તાલુકાના શાહ અને મોસાલી ગામે રહેતા અને ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા બે પર પ્રાંતીય વોન્ટેડ આરોપીને એલ સી બી ની એસ ઓ જી ટીમે બાતમીને આધારે માંગરોળના શાહ ગામના પાટીયા પાસેથી ઝડપી લીધા હતા.
જિલ્લામાં વિવિધ ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવતા સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પેરોલ ફર્લો સ્કોડ પી આઇ એ ડી ચાવડા તેમજ એ.એસ.આઇ કિરણસિંહ લક્ષ્મણસિંહ અને પો. કો. અમૃતભાઈ ધનજીભાઈ અને સંયુક્ત વાતની મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાં જેટકો જી ઇ બી વીજ સબ સ્ટેશનમાંથી કોપર અને અન્ય સામાનની ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી સાજીદ ઉર્ફે ડેબો અને આરીફ માંગરોળના શાહ ગામના પાટીયા પાસે ઉભા હોવાની બાકી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા બે આરોપી ઝડપાઈ ગયા હતા જેઓની પૂછપરછ કરતા પોતાનું નામ સાજીદ ઉર્ફે ડેબો બાબુભાઈ કાળાભાઈ કારા ઉંમર વર્ષ 29 ધંધો ડ્રાઇવિંગ રહે શાહ ગામ નવાપરા ફળિયું તાલુકો માંગરોળ જિલ્લો સુરત અને બીજો આરોપી આરીફ સઇદ મેવ ઉંમર વર્ષ 36 ધંધો વેપાર હાલ રહે મોસાલી ગામ મસ્જિદ રોડ ઇલ્યાસ લુલાતની ચાલીમાં હરિયાણાનો હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી 2956 કિલોગ્રામ કોપર કિંમત રૂપિયા 2,20,700 કબજે લેવામાં આવ્યું છે. વધુ તપાસ કરતા આરોપીઓ વિરુદ્ધ ઉમરપાડા ભરૂચ જગડીયા અને અંકલેશ્વર સહિત ચાર પોલીસ મથકોમાં ચોરીના ગુના નોંધાયા છે. ઉપરોક્ત આરોપીઓને પકડી પાડવાની કામગીરી પી આઈ બી ડી શાહ, પી આઇ બી જી ઈસરાણી, એ એસ આઈ અરવિંદભાઈ બુધિયાભાઈ પો.કો. શૈલેષભાઈ ચંદુભાઈ પો. કો. અમૃતભાઈ ધનજીભાઈ, એ એસ આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ