Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થતાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

Share

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચેના રેલ્વે ક્રોસિંગ નં-૧૫૦ ખાતે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહનવ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ઉભો ન થાય એ માટે અહીં ટ્રાફિક ડાયવર્ટ કરીને તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવરના વિકલ્પ તરીકે દક્ષિણ દિશામાં ગોથાણ ફાટક નં.૧૪૯ તથા સાયણ રેલ્વે ઓવર બ્રિજ ઉપરથી જઇ શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા : અનૂસૂચિત જાતિ મોર્ચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ૩૬ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સો ટકા રસીકરણ કરાયું.

ProudOfGujarat

કીમોજ તાલુકો-જંબુસર ખાતેથી જંગી વિદેશી દારૂ ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!