સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વિકાસના કામો ૧.માંગરોળ તાલુકામાં ડાયાલીસીસ સેન્ટરના કામ માટે રૂા.૩૬ લાખ ૨. વડ ગામે વડગામ થી ખેનાપાટ સુધી રસ્તાનું કામ રૂ।.૨૦ લાખ ૩. ગડકાછ ગામે પુરપ્રોટેકશન વોલનું કામ ૨.૨૦ લાખ ૪, ઉમઝર-મૌઝીહોકડી મુખ્ય રસ્તાથી ખાટીજામણ ફળીયામાં જતા રૂા.૨૦ લાખ ૫.ધામડોદ ગામે આદિવાસી વિસ્તારમાં નવીનગરી આદિવાસી ફળીયાથી ખાડી સુધી ગટર લાઈનનું કામ રૂા.૧૦ લાખ ૬. કોસંબા ગામે રેલ્વે ફાટક પાસે આદિવાસી વિસ્તારમાં જીગ્નેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ના ધરે થી આંગણવાડી થી રોડ સુધી સી.સી. રોડનું કામ રૂા.૧૦ લાખ, ૭. આંબાવાડી ગામે કુડી ફળીયામાં સતકૈવલ મંદિરથી ઠાકોરભાઈ જેસીંગભાઈ વસાવા ના ધર તરફ જતા ડામર રસ્તાનું કામ રૂા.૧૦ લાખ ૮. વાંકલ ગામે વે૨ાવી ફળીયામાં કસ્તુરબા કન્યા છાત્રાલયની બાજુમાંથી મેઈન રોડ થી મણીલાલભાઈ પાંચીયા ચૌધરી ના ઘર તરફ જતા સી.સી. રોડનું કામ રૂા.૧૦ લાખ ૯. પાંચઆંબા ગામે આંતરીક રસ્તાનું કામ રૂા.૧૦ લાખ ૧૦. ડોંગરીપાડ ગામે આંતરીક રસ્તાનું કામ રૂ।.૧૦ લાખના વિકાસના કામો મંજુર કરાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કામો મંજૂર કરવા રજૂઆતને પગલે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ આ કામગીરીમાં અંગત રસ દાખવી આદિજાતિ વિભાગના કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ ને રજુનાત કરતા તેઓ તરફથી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૧૦ કામો માટે રૂા.૧.૫૬ કરોડ ના વિકાસના કામો TSP ૧૦% યોજનામાં મંજુર કરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે.
આકામો મંજુર થતા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ આદિજાતિ વિભાગના કેબીનેટ મંત્રીનરેશભાઈ પટેલનો તવા માન. પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ