Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનાં મૂળ વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતનપ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરાવી માનવતા મહેકાવી હતી.

Share

વાંકલ ગામના પૂર્વ ઉપ સરપંચ સુશીલાબેન ગીલ્બટેભાઇ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. તેમના પુત્રી સપનાબેન ઉર્ફે સ્ટેફીનાબેન સુભાષચંદ્ર ગાંધી પોતાના અન્ય પાંચ ભાઇ-બહેનો સાથે અમેરિકામાં હાલ વસવાટ કરે છે તેઓ વિદેશમાં નર્સ તરીકે ફરજ બજાવી હાલ રીટાયર્ડ થયા છે. તેમની પુત્રી રાની ગાંધી અને સમગ્ર પરિવારે પોતાના વતનમાં રહેતા ગરીબ લોકોની ચિંતા કરી કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સમયે લોકોને મદદરૂપ બનવાનો સંકલ્પ કરી વતનના વાંકલ લવેટ નાંદોલા પાતલ સહિત ચાર ગામના અતિ ગરીબ લોકોને અનાજ કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. વાંકલના ભંવરભાઇ વજેશંકર પુરોહિત અને ભરતભાઇ નાકરાણી એ સેવા કાર્યમાં સહયોગ આપી અનાજની કીટો ગરીબોને ઘર સુધી પહોંચાડી હતી.

Advertisement

Share

Related posts

आमिर खान ने लॉन्च की मंजीत हिरानी की किताब ‘हाऊ टू बी ह्यूमन’!

ProudOfGujarat

ભરૂચ થી જંબુસર જવાના માર્ગ પર બે ટ્રંકો વચ્ચે અકસ્માત. રૂરલ પોલીસ ઘટના સ્થળે…

ProudOfGujarat

108ના સ્ટાફે ઇજાગ્રસ્તની 45 હજારની મતા પરત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!