Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વના મેળામાં લોકો ઉમટી પડયા.

Share

માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, અને ઓગણીસા, ગામની વચ્ચે આવેલ ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે ભરાતા મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને દેવ દર્શન કરી કુદરતી સૌંદર્ય અને મેળાની મજા માણી હતી. સ્થાનિક ટ્રસ્ટ તેમજ વન વિભાગ પોલીસ તંત્ર દ્વારા દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે રીતનું યોગ્ય આયોજન બણભા ડુંગરના મેળામાં કરવામાં આવ્યું હતુ. કોરોના કાળ બાદ ચાલુ વર્ષે તમામ પ્રતિબંધો હટી જતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથે રાજ્ય સરકાર દ્વારા બણભા ડુંગર ખાતે ₹5 કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી લોકોએ કુદરતી સૌંદર્યની મજા પણ આ સ્થળ ઉપર માણી હતી. બણભા ડુંગર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોવાથી વિસ્તારના ગામોમાંથી માતાજીની માટલી મુકવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

રટોટી ગામના સરપંચ પ્રકાશભાઈ ગામીત, ઓગણીસા ગામના સરપંચ સોમાભાઈ ચૌધરી તેમજ સણધરા સહિત ત્રણેય ગામના આગેવાનો વન વિભાગની ટીમ અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને દિનેશભાઈ સુરતી એ ભિલોડિયા ડુંગરની મુલાકાત લીધી હતી. વાંકલના પાનેશ્વર ફળિયું અને પીપળપાણી ફળિયા નજીક સીંધવાય માતાજીના મંદિરે આઠમના દિવસે મેળો ભરાય છે ત્યાં આજુબાજુના ગામોમાંમાંથી માતાજીના દર્શન અને માટલી મૂકવા આવે છે જેને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંદિરને વિકસાવે એવી માંગ કરી રહ્યા છે.

બણભા ડુંગરે મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી વન વિભાગ દ્વારા વિશ્વ વન્ય પ્રાણી અને પર્યાવરણ સંરક્ષણ સપ્તાહની ઉજવણી નિમિત્તે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતસિંહ વસાવાએ વન્ય પ્રાણી સપ્તાહ દિનની મુલાકાત લીધી હતી. વન વિભાગના આર એફ ઓ હિરેન પટેલ, ફોરેસ્ટર હિતેશભાઈ માલી તેમજ ફિલીપભાઈ ગામીત વગેરે દ્વારા વન્ય પ્રાણી અને પર્યાવરણનું જતન કરવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદ-જગતપુર ના રેસિડેન્સી વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ફ્લેટમાં આગ થી અફરાતફરી સર્જાઇ…

ProudOfGujarat

ઝઘડીયાનાં રાજપારડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સર્વે કરાયો.

ProudOfGujarat

રાજપીપળા : જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોનું “ભૂમિપુત્ર એવોર્ડ -2022” થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!