ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં નર્સરીથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ગરબા અને દાંડિયા રમ્યા હતા સાથે સાથે વર્લ્ડ એનિમલ ડે નિમિત્તે પ્રાર્થના સભામાં પ્રાણીઓની સુરક્ષા અને તેમના જીવનની અને પર્યાવરણ સાયકલની માહિતી આપવામાં આવી હતી.
વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજનમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં જ વિધતામાં એકતા લાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં દરેક ધર્મ પ્રત્યે સમાનતા જાળવી બંધુતાનો ભાવ વિકસાવવાનો છે. બાળકોમાં અખંડ ભારત અંતર્ગત બધા ધર્મોને સમાનતા આપી સમભાવ વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવી દુર્ગા શક્તિ- સ્ત્રીની ઊર્જા, દૈવી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. દુર્ગા એ દેવી લક્ષ્મી, કાલી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૂપ છે. યોગ ઈચ્છુકો માટે નારી ઊર્જા જાગૃત કરવાની આ તક છે. નવરાત્રિનું મહત્વ અને સાર એ છે કે રાત્રિ આરામ અને નવજીવન માટે છે. નવરાત્રિ, દરેક અન્ય ભારતીય તહેવારોની જેમ, મુખ્ય સંદેશ એક જ રહે છે – અનિષ્ટ પર સારાની જીત – પરંતુ વાર્તાઓ અને કથાઓ અલગ છે. સમગ્ર ભારતની ભૂગોળમાં પણ, જ્યારે પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો ઉત્તર અને પશ્ચિમી પટ્ટા માટે દુર્ગા પૂજા તરીકે ઉજવણીનો ઉલ્લેખ કરે છે, તે નવ-રાત્રિનો તહેવાર છે જે રાવણ પર રામના વિજયની ઉજવણી માટે મનાવવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અંબા માતાજીની આરતી દ્વારા કરવામાં આવી હતી તથા શિક્ષક ગણો દ્વારા અંબા માતાજીની આરતી કરવામાં આવી હતી. આરતી બાદ શિક્ષક ગણ દ્વારા ગરબા રમીને અંબા માના વધામણા કરવામાં આવ્યા હતા. માતાજીના ગરબાના રંગે રંગાઈ ગયું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ