માંગરોળના ભણભા ડુંગરે ભરાતા દશેરાના મેળામાં વ્યવસ્થા જાળવવા વન વિભાગ અને પોલીસ તંત્રએ સ્થાનિકો સાથે મીટીંગ યોજી હતી.
બણબાં ડુંગરે દશેરાનાં મેળાનાં આયોજનનાં ભાગરૂપે બણબાં ડુંગર વિકાસ ટ્રસ્ટનાં આગેવાનો ઝંખવાવ પોલીસ સ્ટેશનનાં P.I ચૌહાણ, વાંકલ રેન્જનાં RFO હિરેન પટેલ તથા રટોટી ઓગણીસા સણધરા અને પરવટ ગામનાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને સુવિધા માટે કેટલો બંદોબસ્તની જરૂરિયાત છે તેની વિગત લીધી તથા દર્શનાર્થીઓને સારી સગવડ મળે તેની વિગતે ચર્ચા કરી જેમા રટોટી ગામનાં સરપંચ પ્રકાશભાઈ ગામીત, ઓગણીસા ગામનાં સરપંચ સોમાભાઈ ચૌધરી, છનાભાઈ ચૌધરી, કેલીયાભાઇ ચૌધરી, અંકુરભાઈ ચૌધરી, સતિષભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી વિગેરે આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ