માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત વાંકલ વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળીની યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં સર્વ સહમતીથી નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી હતી. વાંકલ વિભાગના 24 જેટલા ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતી મોટા કદની ખેડૂત સેવા સહકારી મંડળીની 48 મી વાર્ષિક સાધારણ સભા અનિલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાના સંચાલક ધનજીભાઈ ચૌધરીએ હિસાબોનું વાંચન કરી વિવિધ બહાલી સભા સમક્ષ મેળવી હતી.
સભામાં આગેવાનો માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, સુભાષભાઈ ચૌધરી વગેરે એ પ્રસંગને અનુરૂપ સંબોધનો કર્યા હતા ત્યારબાદ સર્વ સહમતિથી મંડળીની નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં રમેશભાઈ ચૌધરી નાની ફળી, અનિલભાઈ ચૌધરી ઇસનપુર, ચંપકભાઈ ચૌધરી નાંદોલા, ચુનીલાલ ચૌધરી વેરાવી, જમુભાઈ ચૌધરી ભડકુવા, શામજીભાઈ ચૌધરી પાતલ દેવી, પ્રવીણભાઈ ચૌધરી વડ, કનુભાઈ ગોનજીભાઈ ચૌધરી આંબાવાડી, સુમાભાઈ ચૌધરી માંડણ, દેવાંગભાઈ ચૌધરી ઓગણીસા, દિપકભાઈ ચૌધરી લવેટ, તેમજ બે મહિલા સભ્યો મળી કુલ 13 સભ્યોનો કમિટીમાં સમાવેશ કરાયો છે. મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ