Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી, નાની નારોલી ખાતે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરાઇ.

Share

માંગરોલ તાલુકામા આવેલ ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી, નાની નરોલી ખાતે [WORLD HEART DAY] વર્લ્ડ હાર્ટ ડે:-૨૦૨૨ ઉજવાયો હતો “દરેક હૃદય માટે હૃદયનો ઉપયોગ કરો” (Use Heart for Every Heart) થીમ અંતર્ગત આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી અને હાર્ટ એટેકના હુમલામાં સી.પી.આર.ની માહિતી આપવામાં આવી તથા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સામે લડવા માટે વિશ્વભરના લોકોને એકસાથે લાવવાના ધ્યેયને પ્રકાશિત કરે છે.
 
કાર્યક્રમનું આયોજન આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન વિભાગના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકેગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ, ફેક્ટરી મેડિકલ ઓફિસર ડૉ.રવિ મનસુખભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં.
 
કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા HAI MERA DIL! થીમ પર નાટ્ય પ્રસ્તુતિ, શરીરના દરેક ભાગોની વર્ગીકૃત કરેલી માહિતી તથા હાર્ટ એટેકના હુમલાના કારણે જે મહાનુભાવોનું મૃત્યુ થયેલ છે તેમની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આચાર્યએ તેમના ઉદબોધનમાં આપણે ધુમ્રપાન અટકાવવું, રોજ વ્યાયામ કરવો, સંતુલિત ભોજન કરવું વગેરે બાબતોને નિયમિતરૂપે અમલમાં લાવી આપણા હૃદયને કેવી રીતે યુવાન રાખવું? તેની માહિતી આપી હતી. કાર્ડિયોવેસ્ક્યુલર રોગો પ્રત્યે જાગૃતિ વધારવા અને તેની વૈશ્વિક અસરને નકારી કાઢવા માટે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેના ઉદ્દેશ્ય સાથે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવે છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ
 

Advertisement

Share

Related posts

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….

ProudOfGujarat

વાંકલ : રસીકરણ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલાછાની મુલાકાત લેતા ઇન્ચાર્જ ટી.ડી.ઓ.

ProudOfGujarat

અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!