સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્નો અંગે મામલતદાર એ.સી. વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી માત્ર આપતા આશ્વાસન આપતા હોવાનું જણાવ્યું હતું. જો સસ્તા અનાજની દુકાનની માંગ નહીં સંતોષાય તો બીજી ઓક્ટોબરથી અનાજ વિતરણ વ્યવસ્થા ઠપ કરવાની ચીમકી ઉચ્ચારવા આવી છે. માંગરોળ તાલુકા ફેરપ્રાઇઝના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટ દ્વારા માંગરોળ મામલતદારને એ.સી. વસાવાને અલ્ટીમેટમ સાથે રજૂઆત પોષણક્ષમ દુકાન, વિતરણ ઘટ, કોરોના સહાય ચુકવણી, નોમિનેશન જરૂરી સાહિત્ય નિભાવા વગેરે દસ જેટલી માંગણીનું તાત્કાલિક સંતોષવામાં ન આવે તો આગામી બીજી ઓક્ટોબરથી જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે ફેરપ્રાઇઝના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટ, ઉપપ્રમુખ નીતિન રાજપૂત તેમજ સસ્તા અનાજના દુકાનદારો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement