Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ લાઈફ લાઈન હોસ્પિટલમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે ભાજપ મેડિકલ સેલ દ્વારા યોજાયેલ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો 300 દર્દીઓએ લાભ લીધો હતો.

માંગરોળ વિધાનસભા વિસ્તારમાં આવતા વાંકલ ગામની લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન બારડોલીના સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યુ હતું. ઉપરોક્ત કેમ્પમાં દર્દીઓને નિદાન સારવારની સાથે જરૂરિયાત મંદ લોકોને મફત ચશ્માનુ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, તાલુકા પંચાયતના સભ્ય યુવરાજસિંહ સોનારીયા, સુરત જિલ્લા એસટી મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામીત, લાઈફ લાઇન હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ શિરીષભાઈ નાયક તેમજ ભાજપના કાર્યકર્તા અને આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળના આંબાવાડી અને બોરીદ્રા ગામે ઘરની દીવાલો તૂટી પડવાના ચાર બનાવો બન્યા.

ProudOfGujarat

આ શું થઇ ગયું ? સાવ આવું તે કાંઈ હોતું હશે ? જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરની જન સેવા હી પ્રભુસેવા ગૃપ દ્વારા લોકોને અનાજ કીટની મદદ સહિત પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!