Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલનાં જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ થયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકા છ ગામો સહિત આજુબાજુ અન્ય તાલુકાનાં જરૂરીયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકલના પ્રમુખ શશીકાંત ગોવિંદભાઇ પરમાર, મહામંત્રી આશિષકુમાર ભાઇલાલ પરમારના નેતૃત્વ હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ટ્રસ્ટનાં કાર્યકરોએ ઘરે-ઘરે જઈ અનાજકીટનું વિતરણ કર્યું હતું. જેમા માંગરોળ, કોસંબા, સીમોદ્રા, વાંકલ, ઘોડબાર, ઝંખવાવ તેમજ વાલિયા તાલુકાના ભરાડીયા, નેત્રંગ, કોયલી માંડવી, અંકલેશ્વર, સાજોદ, હાસોટ, વઘવાણ, ઓલપાડ, ઊંડીકોરી માલપોર સહિત કુલ 18 ગામોમા અત્યંત જરૂરિયાતમંદ લોકોને શોધી અનાજકીટનું વિતરણ કરાયુ હતું. ઉપરોક્ત સેવા કાર્યમાં ટ્રસ્ટનાં ઉપપ્રમુખ અરવિંદભાઇ નાથુભાઇ કટારીયા, અલ્પેશભાઇ મકવાણા, જગદિશભાઇ મકવાણા ,ઉપેન્દ્ર પરમાર મુકેશ મકવાણા હાજર હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે પ્રથમ ગુજરાત યંગમુડો ચેમ્પિયનશીપનું આયોજન.

ProudOfGujarat

20 મિનિટના અંતરમાં રમાઈ રમત : અંકલેશ્વરનું ત્રણ રસ્તા સર્કલ વાહન પાર્કિંગ માટે બન્યું જોખમી.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીને લીધે હીરા બજારના વેપારમાં સતત ઘટાડો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!