Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલના પરમહંસ સુખાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદે રમેશ ચૌધરીની વરણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે પરમહંસ સુખાનંદજી સેવા ચેરીટેબલના પ્રમુખ પદે રમેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જ્ઞાન સંપ્રદાયના પ્રચાર પ્રસાર અને સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલ પરમહંસ સુખાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની મીટીંગ વાંકલના ભગવાન કરુણા સાગર મંદિર ખાતે વિરપોર કોલેજના આચાર્ય ડો. જયંતીભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય સાથે સંકળાયેલા અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા તેમના દ્વારા ટ્રસ્ટના નવનિયુક્ત પ્રમુખ તરીકે નાની ફળી ગામના રમેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે આનંદભાઈ સુખાભાઈ ચૌધરી વાંકલ અને મંત્રી તરીકે કિરણભાઈ દુર્લભભાઈ ચૌધરી સહમંત્રી પદે ગોકુળભાઈ દેવજીભાઈ ચૌધરી અને ખજાનચી પદે ગુમાનભાઈ ગામિત વાંકલની વરર્ણી થઈ હતી તેમજ 10 જેટલા ટ્રસ્ટીઓની નિમણૂક પણ કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં મુલદ ગામનાં ખેતરમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવા કાંસીયા ખાતેની સરકારી માધ્યમિક શાળા ખાતે સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!