માંગરોળ તાલુકાના વાંકલ પાતલ દેવી સહિત 25 થી વધુ ગામોમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા પરમગુરુ ભગવાન કરુણા સાગરના અંતર ધ્યાન દિવસ ભાદરવા વદ તેરસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરમગુરુ ભગવાન કરુણા સાગર 1934 માં ભાદરવા વદ તેરસના દિવસે અંતર ધ્યાન થયા હતા જેથી જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા ભાદરવા વદ એકમથી તેરસ સુધી ઉપવાસ કરવામાં આવે છે અને આ 13 દિવસ નાના મોટા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અને અંતે તેરસના દિવસે સામૂહિક રીતે મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે.
વાંકલ ગામે આવેલ ભગવાન કરુણા સાગર મંદિરે તેમજ પાતળદેવી ગામે આવેલ ભગવાન કરુણા સાગર મંદિરે સવારથી જ આરતી ઉપાસના ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તાલુકાના બોરીયા, કંટવાવ, ઝઘડિયા, વેરાકુઈ સહીત 25 થી વધુ ગામોમા ભગવાન કરુણા સાગર અંતર ધ્યાન દિવસ ભાદરવા વદ તેરસની ઉજવણી કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ