Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે કારમાં આવેલા ઈસમોએ બાળકનું અપહરણ કરવાનો કર્યો પ્રયાસ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સરકારી દવાખાના નજીક બ્લેક કલરની વગર નંબરની કારમાં આવેલાં ઈસમો એ એક બાર વર્ષના બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી તરફ આ ઘટનામાં બે ઈસમોને બાળકનું અપહરણ કરનારા સમજી લોકોએ પકડી લઈ પોલીસને હોવાને કર્યા હતા. ઝંખાવવ ગામનો નવાબખાન હાફિઝ ખાન મુલતાની નામનો બાળક મુખ્ય માર્ગ પર સરકારી દવાખાના પાસે હતો. ત્યારે એક વગર નંબરની બ્લેક કલરની કારમાં આવેલા ઈસમોએ તેને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાળક અપહરણ કારનારાના હાથમાંથી છૂટી ઘર તરફ ભાગી ગયો હતો. જેમા તેનુ શર્ટ ફાટી ગયું હતું અને પગે ઇજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં બાળક એ જણાવ્યું કે આ વગર નંબરની ગાડીમાં અન્ય બાળકો પણ બેસાડેલા હતા. ત્યારબાદ ઘટના સંદર્ભમાં બાળકના વાલી વારસ મોસીનભાઈ કાળુભાઈ મુલતાની દ્વારા ઝંખાવવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી. બીજી તરફ ઝંખાવવ બજારમાં અજાણ્યા બે ઇસમો લોકોની નજરે ચઢતા તેને પકડી લીધા હતા અને આ બંને ઈસમો અપહરણની ઘટનામાં સંડોવાયેલા હોવાનું માની લઈ લોકોના ટોળાએ પોલીસને હવાલે કર્યા હતા.પરંતુ પોલીસ તપાસમાં આ બંને ઈસમો સાબરકાંઠા તરફના હોવાનું અને મજૂરી કામ અર્થે અવારનવાર ઝંખાવવમાં આવતા હોવાનું અને આ ઘટનામાં તેઓ નિર્દોષ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મુદ્દે પોલીસ હવે ઘટનામાં ઊંડી તપાસ કરશે ત્યારે ખરી હકીકત બહાર આવશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આઈ પી એલ ની ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ નો ખેલ રમતા નબીપુર ગામ નો સુલેમાન ઉર્ફે સોલી સહીત બે ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુના ૧૫૧ મા પાટોત્સવ નિમિત્તે ૫૧ હજાર આમ્રકુંજ (કેરી) નો મનોરથ યોજાયો.

ProudOfGujarat

પ્રોહિબિશન અસમાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૧૨ ઈસમોની અટકાયત કરતી ભરૂચ જિલ્લા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!