Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકામાં ધો. 1 અને 2 ના શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ.

Share

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પ્રેરિત માંગરોળ તાલુકામાં ધોરણ એક અને બે ના શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમ બીઆરસી ભવન માંગરોળ અને મોસાલી પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. આ તાલીમમાં કુલ 160 શિક્ષકો જોડાયા હતા જેમાં તજજ્ઞો દ્વારા ધોરણ એક અને બે માં બાળકો હાલની પરિસ્થિતિ અનુસાર અંગ્રેજી ભાષાથી વાકેફ થાય અને પ્રવૃત્તિલક્ષી જ્ઞાન મેળવે તેમજ અંગ્રેજી વિષયમાં રુચિ લેતા થાય તે હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ સાથે તજજ્ઞો દ્વારા શિક્ષકોને ખુબ સુંદર તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં બંને સ્થળોએ પ્રવૃત્તિ મટીરીયલ્સ અને નાસ્તાની વ્યવસ્થા બી.આર.સી ભવન માંગરોળ દ્વારા કરવામાં આવી હતી એમ પ્રજ્ઞેશસિંહ સોલંકી એ જણાવેલ હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના ચચેલાવ ગામે પશુ અત્યાચારના ગુનામાં સંડોવાયેલા વૉન્ટેડ આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : ધુળેટી પર્વની ઉજવણી કરી નર્મદા નદીમાં ન્હાવા પડેલ શુકલતીર્થ ગામના બે યુવાનો લાપતા થયા..!!

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ”ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!