માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનો અને અન્ય સંગઠનો એ અનુસૂચિત જન જાતિમાં કેન્દ્ર સરકાર દ્વારા અન્ય બાર જ્ઞાતિઓનો સમાવેશ કરવા મુદ્દે અને આદિવાસીના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી સુરત જિલ્લાના પ્રમુખ સુભાષભાઈ વસાવા, તાલુકાના પ્રમુખ બાલુભાઈ ગામીત, સતિષભાઈ ગામીત, એડવોકેટ બાબુભાઈ ચૌધરી વગેરેની આગેવાની હેઠળ માંગરોળ મામલતદાર કચેરી ખાતે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચારો દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ ફરજ પરના મામલતદાર એ સી વસાવાને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર લેનારા અને આપનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ભારતના રાષ્ટ્રપતિના તારીખ 6/9/1950 અને 29/10/1956 નું મોડીફાઇડ નોટિફિકેશનનું ઉલંઘન કરી કેન્દ્ર સરકારે ઘેર બંધારણીય રીતે તારીખ 14/9/22 ના રોજ કેન્દ્ર સરકારે બાર જેટલી જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરી છે તે તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ નિયામક આદિજાતિનો તારીખ 15/6/22 નો ગેર બંધારણીય પત્ર રદ કરવામાં આવે. વધુમાં તેમણે ભરવાડ રબારી ચારણ જાતીને બક્ષીપંચમાં સમાવેશ કરવાની માંગણી કરી છે તેમજ આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર મેળવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ગેર બંધારણીય પરિપત્રને રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ