Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પૂર્વમંત્રી ગણપતભાઈ વસાવા એ ઝંખવાવ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું.

Share

માંગરોળ તાલુકા ઝંખવાવ ગામની રેફરલ હોસ્પિટલમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું હતું. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યથી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઝંખવાવની રેફરલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા. આ સમયે જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ, સુરતી તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગામીત, દીપકભાઈ ચૌધરી તેમજ ઝંખવાવના પૂર્વ સરપંચ ઉમેદભાઈ ચૌધરી અને વેપારીઓ સેવાકીય કાર્યમાં જોડાયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

યુનિયન સ્કૂલ ખાતે ડાન્સ કાયક્રમ યોજાયો

ProudOfGujarat

નાંદોદના વડીયા ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક સોસાયટીના રહીશોને સફાઈ અંગેની નોટિસથી ફફળાટ.

ProudOfGujarat

ભરૂચમાં લોકસભા ચૂંટણી-2024 મત ગણતરી કેન્દ્રની પોલીસ અધિક્ષક મુલાકાત લેવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!