માંગરોળ તાલુકાના શાહ ગામે આવેલ ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્કમા વન વિભાગ એ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી બે થી ત્રણ દીપડાઓ મેગા ફૂડ પાર્કમાં રાત્રિ દરમિયાન આટા ફેરા કરતા હોવાથી મેગા ફૂડ પાર્કના મેનેજર વિજયભાઈ ડોડીયા દ્વારા વાંકલ વન વિભાગ રેન્જ કચેરીને જાણ કરવામાં આવી હતી અને વહેલી તકે પાંજરું મૂકી દીપડાને પકડી લેવામાં આવે તેવી માંગણી કરાતા વન અધિકારી હિરેનભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા મેગા ફૂડ પાર્કમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ સમયે રાત્રિ દરમિયાન મારણ ખાવાની લાલચમાં એક વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા ઉપરોક્ત દીપડાનો કબજો લઈ તેને જંગલમાં મુક્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી હાલ ઉપરોક્ત સ્થળે હજી એક થી બે દિપડા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જેથી વન વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : શાહ ગામના મેગા ફૂડ પાર્કમાંથી દીપડો પાંજરે પુરાયો.
Advertisement