Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ.એકેડમી નાની નરોલી ખાતે INTER HOUSE SCIENCE QUIZ COMPETITION-2022 યોજાઈ.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ.એકેડમીના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ Inter House Science Quiz Competition 2022: વિજ્ઞાન ક્વિઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓના મનમાં વૈજ્ઞાનિક તપાસ અને વિશ્લેષણાત્મક વિચારસરણીની ભાવના કેળવવાનો, ઉભરતા વૈજ્ઞાનિકોને વિચારોની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડવા અને યુવા પ્રતિભાઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને પોષવાનો છે.
 
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જેમાં સચિવ, આચાર્ય તથા વિજ્ઞાનના શિક્ષકો હાજર રહ્યા હતા. ત્યારબાદ આચાર્ય એ સચિવનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે તેમના સ્વાગત ઉદ્બોધનમાં જણાવ્યું કે, “જ્ઞાન ત્યારે જ શક્તિ બને છે જ્યારે આપણે તેને અમુક કામમાં મૂકીએ છીએ”…..તો ચાલો કેટલાક પ્રશ્નોના જવાબ આપીને આપણા જ્ઞાનને સન્માન આપીએ…. “જ્ઞાનની શરૂઆત છે પણ અંત નથી”……તો ચાલો આપણે આપણી જાતને ચાલુ રાખીએ… ઇન્ટર-હાઉસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવું હંમેશા સન્માનની વાત છે. આટલા બધા ખુશખુશાલ ચહેરાઓ તેમના મગજ દ્વારા તેમના ઘરને ચિહ્નિત કરવા માટે કેવી રીતે સંકલ્પબદ્ધ છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું. મગજ તેમની સાચી સુંદરતા છે. હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. ત્યારબાદ સચિવશ્રી એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા, જેમાં તેમણે બાળકોને વિજ્ઞાન & ટેકનોલોજી પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાયન્સ ક્વિઝ ઇન્ટર હાઉસ હોવાથી દરેક હાઉસમાંથી ચાર-ચાર વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા. સાયન્સ ક્વિઝને ચાર રાઉન્ડમાં વિભાજિત કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડમાં વિજ્ઞાનનાં સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બીજો રાઉન્ડ રેપિડ ફાયર રાઉન્ડ હતો. ત્રીજો રાઉન્ડ ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ હતો અને ચોથો રાઉન્ડ બઝર રાઉન્ડ હતો. કાર્યક્રમના અંતે જે હાઉસનાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે ગુણ મેળવ્યા હતા. તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. પ્રથમ વિજેતાને વિનર-ટ્રોફી આપવામાં આવી હતી તથા બીજા સ્થાને આવનાર ટીમને રનર-અપની ટ્રોફી આપવામાં આવી હતી. આ પ્રતિયોગીતામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓમાં રહેલું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિજ્ઞાન શિક્ષકે આભાર વિધિ પ્રસ્તુત કરી હતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
 
વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સિંહ મતદાર નથી એટલે સરકારને તેની ચિંતા નથી: ગીરમાં વધુ બે સિંહનાં મોત

ProudOfGujarat

ગાઇડલાઇનના ધજાગરા : BJP કોર્પોરેટરના પતિએ કર્ફ્યૂમાં જાહેરમાં બિયરની બોટલ ખોલી : કોર્પોરેટર નીતુ પરમારના પતિ સહિત 10 થી 12 સામે ગુનો દાખલ.

ProudOfGujarat

લીંબડીમાં પીર ભડીયાદની દરગાહ ખાતે અગ્યારમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!