આવતી કાલે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ ફી વધારા સહિતનાં અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે. ત્યારે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકલ મુખ્ય બજારમાં દુકાનદારો અને વેપારીઓને ભારત બંધના એલાનમાં સ્વૈચ્છિક રીતે જોડાવા માટે અપીલ કરી સહયોગ આપવા જણાવાયું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના શામજી ચૌધરી, રૂપસિંગ ગામીત, શાહબુદ્દીન મલેક, અનિલ ચૌધરી, બાબુ ચૌધરી, પ્રકાશ ગામીત સહિત અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. અને વેપારીઓને નક્કી કરેલ સમયગાળા દરમિયાન દુકાન બંધ રાખી ભારત બંધના એલાનમાં સહયોગ આપવા જણાવ્યું હતું.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ