Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે તવક્કલ બેકરીની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે બપોરનાં સમયે બેકરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને આગ કાબુ કરી હતી. વાંકલ ગામે બોરિયા રોડ ઉપર આવેલ તવક્કલ બેકરી નામની દુકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં દુકાનનો કાટમાલ તેમજ બિસ્કિટ બેકરી આઈટમની વિવિધ ચીજ વસ્તુઓ આગની લપેટમાં આવી ગઈ હતી. આ સમયે ફળીયાનાં રહીશો મદદે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ કર્યો હતો. ઉપરોક્ત બેકરી ઇશાકભાઇ પઠાણ ભાડાનાં મકાનમાં ચલાવતા હતા. આ ઘટનાની જાણ વાંકલ ગામના સરપંચ ભરતભાઇ વસાવાને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અંદાજીત ચાલીસ હજાર (40,000) થી વધુનું નુકસાન થયું છે. આ સંદર્ભે પંચકાસ કરી તાલુકામાં રિપોર્ટ કરવાની તજવીજ કરી છે.

Advertisement

Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂરે એમ્સ્ટરડેમ યુરોપમાં તેની ‘કલ હો ના હો’ ક્ષણને ફરીથી જીવંત કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

વરસાદી ગટરો અને કાંશો માં વહેતા વિવિધ કલર ના ગંદા પાણી ને રોકવામાં અને તે ક્યાંથી આવે છે તે શોધવામાં માં પણ તંત્ર નિષ્ફળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!