બોકસીંગમાં સિલ્વર મેડલ વસાવા દેવાંશીબેન મગનભાઈ, ચૌધરી દ્રષ્ટિબેન વિરસિંગભાઈ બ્રોઝ મેડલ ચૌધરી આકાંષાબેન જયેલભાઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડો.જે.ટી. ચૌધરી એ વિદ્યાર્થી ની ઓ અને કોચ વિજય દવેને શુભેચ્છા પાઠવી.
વાંકલ તા.05,06/09/2022 દરમિયાન શ્રી પી.એચ.ઉમરાઓ કોલેજ, કિમ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ બોક્સિંગ(બહેનો) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બહેનોએ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. બોકસીંગમાં સિલ્વર મેડલ વસાવા દેવાંશીબેન મગનભાઈ, ચૌધરી દ્રષ્ટિબેન વિરસિંગભાઈ બ્રોઝ મેડલ ચૌધરી આકાંષાબેન યેલભાઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડો.જે ટી ચૌધરી એ વિદ્યાર્થીનીઓ અને કોચ પ્રો.વિજય દવેને શુભેચ્છા પાઠવેલ હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ